સામગ્રી: રવો - અડધો કપ • ખાંડ – ૧ કપ • ઘી - બે મોટી ચમચી • કેવડા એસેન્સ – ૧ ચમચી • માવો - ૧ મોટી ચમચી • પાણી - અઢી કપ, • પીળો ફૂડ કલર - નાની ચપટી • એલચી પાઉડર - પા ચમચી • સમારેલાં પિસ્તા - સજાવટ માટે
રીતઃ કડાઇમાં ૨ મોટી ચમચી ઘી મૂકો. હવે તેમાં રવો ઉમેરીને મધ્યમ આંચ પર શેકો. સામાન્ય સોડમ આવે અને રંગ બદલાય ત્યાં સુધી શેકો. હવે તેમાં માવો ઉમેરો અને ફરી થોડી વાર માટે શેકો. હવે તેમાં પાણી ઉમેરીને હલાવતાં હલાવતાં રહો. રવો એકદમ ચડી જાય એટલે હવે તેમાં ખાંડ અને ફૂડ કલર ઉમેરો. મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેમાં એલચી પાઉડર તથા કેવડા એસેન્સ ઉમેરો અને મનગમતા આકારમાં ઢાળો. સમારેલા પિસ્તાથી સજાવો.
(નોંધઃ રવા કેસરી કર્ણાટકની ખૂબ જાણીતી મીઠાઇ છે, જે ખૂબ ઘી અને ભારોભાર દૂધ વડે બને છે. અહીં કેલેરી થોડીક ઓછી કરવા માટે ઘીનું પ્રમાણ ઓછું રાખ્યું છે.)