આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ પનીર - એક કપ • ઘી - એક ચમચો • રવો - એક ચમચી • ગુલાબનું શરબત - અડધો કપ • ઈલાયચી પાવડર - અડધી ચમચી • બદામ અને પિસ્તાની કતરણ - એક ચમચી • દળેલી ખાંડ - સ્વાદ અનુસાર
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરીને મસળેલું પનીર ઉમેરો અને ધીમા તાપે શેકો. પનીર સામાન્ય શેકાય એટલે તરત પેનમાંથી કાઢી લઇ એક ડીશમાં અલગ મૂકી દો. પેનમાં ગુલાબનું શરબત, દળેલી ખાંડ, બદામ – પિસ્તાની કતરણ અને સોજી ઉમેરો અને સતત હલાવતા રહો. મિશ્રણ પેનમાં ચોટવા ન લાગે ત્યાં સુધી પકાવો. મોદકના મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લો. મિશ્રણમાં બદામ-પિસ્તાની કતરણ ઉમેરો અને મોલ્ડમાં મોદક બનાવો.