સામગ્રીઃ ૪ લીટર દૂધ • ૨ વાટકી ચણાનો લોટ • ૨ વાટકી ખાંડ • બુરુ ખાંડ - સ્વાદ અનુસાર • તળવા માટે ઘી • બદામ, પિસ્તા, ઈલાયચી, વરખ, કેસર, ચારોળી,
રીતઃ દૂધને એક પેનમાં લો અને ધીમા તાપે ઉકાળો. બાસુંદી જેવું જાડું થાય એટલે નીચે ઉતારી અંદર દળેલી સાકર પ્રમાણસર નાંખીને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દો. (બાસુંદી જરા મોળી રાખવી કારણ કે અંદર ગળી બુંદી આવશે એટલે વધારે ગળી લાગશે.) હવે ચણાના લોટમાં પાણી નાંખીને બુંદી માટેનું ખીરું તૈયાર કરો. અંદર બે ચમચી ગરમ ઘી નાંખવું. એક કઢાઈમાં ઘી ગરમ કરી ઝીણા ઝારાથી બુંદી પાડવી. સાકરની એક તારની ચાસણી બનાવીને અંદર બુંદી નાંખી બહાર કાઢી લેવી. પીરસતી વખતે બાસુદીમાં આ બુંદી નાખીને બદામ-પિસ્તા વગેરે નાંખવા. ઉપર વરખથી સજાવવું. જમ્યા પછી ઠંડી રસબુંદી સર્વ કરો.