સામગ્રીઃ ૧ કપ રાંધેલો ભાત • ૨ ટેબલ સ્પૂન છીણેલું ચીઝ • ૨ ઝીણાં સમારેલાં લીલાં મરચાં • ૧ ટેબલ સ્પૂન કોથમીર • ૧ ટેબલ સ્પૂન ગાજર • ૨ ટેબલ સ્પૂન દહીં • ૧/૨ ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ • સ્વાદાનુસાર મીઠું • તળવા માટે તેલ
રીતઃ એક બાઉલમાં રાંધેલો ભાત લઈને તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેના નાના બોલ્સ બનાવી લો. એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરીને તેમાં આ બોલને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ચટણી કે ટોમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો.