આ સપ્તાહનું વ્યંજન...
સામગ્રી: મરચું - 1 કિલો • રાઇના કુરિયા - 100 ગ્રામ • ધાણા - 50 ગ્રામ • આમચૂર - 100 ગ્રામ • વરિયાળી - 50 ગ્રામ • મીઠું - 150 ગ્રામ • સંચળ - 50 ગ્રામ • હળદર - 2 ચમચા
• શાહજીરું - 1 ચમચો • અજમો - 1 ચમચી • તેલ - 1 લિટર
રીત: લાલ મરચાંની દાંડલી તોડી, તેમાંથી બધાં બિયાં કાઢી લો. હવે વરિયાળી, ધાણા, જીરું અને અજમાને અલગ અલગ શેકીને ક્રશ કરો. આ મિશ્રણમાં આખા લાલ મરચાં, રાઇનાં કુરિયા, આમચૂર, મીઠું, સંચળ, હળદર, હિંગ અને શાહજીરું મિક્સ કરો. તેમાં અડધો લિટર તેલ ભેળવો. લાલ મરચામાં મસાલો ભરીને બરણીમાં ભરી લો અને કપડાંથી ઢાંકી બે-ત્રણ દિવસ સુધી રાખો. વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહો. બાકી વધેલું અડધો લિટર તેલ પણ અથાણાંમાં રેડી દો.