સામગ્રીઃ ૫૦૦ ગ્રામ લીબું • ૫૦૦ ગ્રામ ખાંડ • ૧ ચમચી સંચળ • ૧ નાનકડી ચમચી મોટી ઇલાયચીનો પાઉડર • ૬થી ૮ કાળા મરીનો પાઉડર • અડધી ચમચી લાલ મરચું • ૪થી ૫ ચમચી મીઠું
રીતઃ બધા લીંબુને ૪ ટુકડામાં કાપીને મીઠું નાંખીને નરમ થવા માટે ૨૦થી ૨૫ દિવસ માટે એક કાચની બોટલમાં મૂકી રાખો. વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહો. જ્યારે લીંબુ નરમ થઈ જાય તો લીંબુમાં ખાંડ, કાળા મરીનો પાઉડર, સંચળ, લાલ મરચું અને મોટી ઇલાયચીનો પાઉડર મિક્સ કરીને ૩-૪ દિવસ માટે તાપમાં મૂકી રાખો. રોજ સ્વચ્છ કોરી ચમચીથી અથાણાને એક વાર જરૂર હલાવો. એક અઠવાડિયામાં લીંબુનું ખાટું-મીઠું અથાણું સારી રીતે બનીને તૈયાર થઈ જશે.