આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: લીંબુ - 1 કિલો • હળદર - દોઢ ચમચો • મીઠું - 2 ચમચા • જીરું - 25 ગ્રામ • મરચું - 50 ગ્રામ • હિંગ - પા ચમચી • રાઇ - 100 ગ્રામ • મેથી - 1 ચમચો • વરિયાળી - 50 ગ્રામ • અજમો - 1 ચમચો • તેલ - અડધો લિટર
રીત: લીંબુની છાલને ચપ્પુથી એટલી છોલી નાખો કે લીંબુનો રંગ સફેદ થઇ જાય. જરૂર મુજબ તેના ટુકડા સમારો. તેને એક દિવસ તડકે સૂકવો. અથાણાંનો મસાલો તૈયાર કરવા માટે જીરું, રાઇ અને મેથીને અલગ અલગ શેકી ક્રશ કરી લો. તેમાં મરચું, વરિયાળી અને અજમો ભેળવો. તે પછી તેમાં પા લિટર ગરમ કરેલું તેલ અને લીંબુના ટુકડા નાખી હલાવો. આને બરણીમાં ભરી બે-ત્રણ દિવસ તડકે રાખો. વચ્ચે-વચ્ચે હલાવતાં રહો જેથી મસાલો લીંબુના ટુકડા સાથે સારી રીતે મિક્સ થઇ જાય. લીંબુને ઘસ્યા વિના પણ અથાણું બનાવી શકો છો, પણ તેનાથી અથાણાંનો સ્વાદ થોડો કડછો લાગી શકે છે.