સામગ્રી: ૨૦૦ ગ્રામ લીલા કોપરાનું ખમણ • ૨૦૦ ગ્રામ ઘી • ૨૦૦ ગ્રામ ખાંડ • ૪ નંગ એલચી
રીત: એક જાડા બોટમવાળા ઊંડા પેનમાં નાળિયેરનું ખમણ, ઘી અને ખાંડ ભેગા કરીને ગેસ ઉપર પાંચ મિનટ ધીમા તાપે હલાવો. પછી તાપ વધારે રાખવો અને એક સરખું ગોળ ફરતું હલાવતા રહો. ઘી છૂટું પડયા બાદ એકદમ ફુલીને જાળી પડે અને સહેજ બદામી રંગ થાય એટલે થાળીમાં પાથરી દેવું. ઉપર તરત જ વાટેલી એલચી ભભરાવી દો. મૈસુર સહેજ કડક થાય એટલે ગરમ હોય ત્યારે જ કાપા પાડી લો. એક તરફથી ત્રણ ચાર ટુકડા કાઢી લેવા જેથી તે જગ્યાએ વધારાનું ઘી એકઠું થશે. ઠંડુ પડે પછી ટુકડા સારી રીતે ઉખાડી શકાશે.