સામગ્રીઃ અડધી વાટકી અડદની દાળ • અડધી વાટકી ચણાની દાળ • અડધી વાટકીથી સહેજ ઓછા ફોલેલા તુવેરના દાણા • ૧ ટેબલ સ્પૂન ઝીણો સમારેલો કાંદો • અડધી ચમચી જીરું • ૨ ટુકડા તજ • ૨ લવિંગ • મીઠું સ્વાદ અનુસાર • ચપટીક હળદર • ૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ, • ૧ ટેબલ સ્પૂન - સમારેલી કોથમીર • ૨ ટી સ્પૂન વાટેલાં આદું-મરચાં • વઘાર માટે મીઠા લીમડાના પાન • લીલું લસણ સ્વાદ અનુસાર • ૧ ટેબલ સ્પૂન તેલ
રીતઃ અડદની તથા ચણાની દાળને કલાક માટે પલાળી રાખો. પ્રેશરકૂકરમાં સીધી જ નાખીને પ્રેશરકૂક કરો (૧ વ્હીસલ). તુવેરના દાણાને ઉકળતાં પાણીમાં બાફી લો. તેલ ગરમ મૂકીને જીરું, તજ, લવિંગ, લીમડો નાખીને કાંદા સાંતળો. બાફેલી દાળ તથા તુવેરના દાણા નાખીને જરૂરી પાણી ઉમેરવું. મીઠું, હળદર, આદું-મરચાં, લીંબુનો રસ અને લીલું લસણ નાખીને દાળ ઉકાળો. નીચે ઉતારીને બાઉલમાં કાઢીને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.
નોંધઃ આ પ્રોટીન રીચ દાળને બાજરીના રોટલા, જુવાર, ઘઉંની થોડી જાડી રોટલી, પરોઠા સાથે પણ સર્વ કરી શકાય.