સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બાફેલા લીલા વટાણા • થોડીક આદુની પેસ્ટ • ૩ ચપટી હિંગ • ૧ ચમચી જીરા પાઉડર • ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર • ૧/૨ ચમચી આમચૂર પાઉડર • ૧/૨ ગરમ મસાલો • ૧ ચમચી ખાંડ • ૩ કપ મેંદો • એક ચમચી ઘી • તળવા માટે તેલ અને મીઠું સ્વાદ મુજબ
રીતઃ વટાણાને ગરમ પાણીમાં ઉકાળી લો અને તેને ઠંડા કરી લો. હવે એક બીજા વાસણમાં મેંદામાં ઘી અને પાણી નાંખીને લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે લોટ નરમ અને મુલાયમ હોય. બાફેલા વટાણાને ગ્રાઇન્ડ કરી લો. હવે એક પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો અને તેમાં હિંગ તેમજ વાટેલું આદુ નાંખો અને સાંતળો. હવે તેમાં ગ્રાઇન્ડ કરેલા વટાણા ઉપરાંત બધા મસાલા, ખાંડ અને મીઠું નાંખીને સારી રીતે હલાવો. પછી મિશ્રણને ઠંડું થવા માટે બાજુ પર મૂકી દો. ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ થવા માટે મૂકો. હવે એક લોટનો લૂવો લઇને તેમાં વટાણાનો મસાલો ભરીને તેને બંધ કરો. હવે તેને ગરમાગરમ તેલમાં બ્રાઉન થતાં સુધી ડીપ ફ્રાઇ કરી લો. કચોરીને બરાબર બંધ કરો જેથી તેમાં તેલ ન ભરાઈ જાય. ગરમા-ગરમ કચોરી લીલી ચટણી સાથે સર્વ કરો.