આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: લીલી તુવેરના દાણા - 1 કપ • સમારેલી લીલી ડુંગળી - અડધો કપ • સમારેલું લીલું લસણ - પા કપ • લીલા ટામેટા - 2 નંગ • સૂકી ડુંગળી - 2 નંગ • સૂકું લસણ - 5 કળી • આદું - નાનો ટૂકડો • લીલાં મરચાં - 2 નંગ • તેલ - 3 ચમચા • જીરું - 1 ચમચી • હિંગ - ચપટી • લવિંગ - 2 નંગ • તજ - નાનો ટૂકડો • હળદર-1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ • કોથમીર - સજાવટ માટે
રીત : તુવેરના દાણાને એકદમ ધોઈને કૂકરમાં થોડું પાણી અને ચપટી હળદર તથા મીઠું નાખી બાફી લેવા. સમારેલી લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટાને મિક્સરમાં પીસી ગ્રેવી બનાવી લેવી. લીલાં મરચા, આદું અને સૂકા લસણની પેસ્ટ અલગથી બનાવવી. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, તજ-લવિંગ વઘારમાં મૂકો. હવે તેમાં સમારેલી સૂકી ડુંગળી તથા લસણ, મરચા, આદુની પેસ્ટ સાંતળવી. મીઠું અને હળદર પણ ઉમેરો. તેલ છૂટું પડવા લાગે એટલે બાફેલી તુવેર ઉમેરીને થોડું પાણી નાખવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ખદબદવા દેવું. સમારેલી લીલી ડુંગળીનાં પાન અને કોથમીર ભભરાવો. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. તૈયાર છે તુવેર ટોઠાનું શાક. આ શાકને રોટલી,રોટલા,કે બ્રેડ સાથે સર્વ કરી શકાય.