સામગ્રી: ચણાનો લોટ - એક વાટકી • મકાઇ - બે નંગ • ઝીણી સમારેલી કોથમીર • એક વાટકી • હિંગ - ચપટી • વરિયાળી - ત્રણ ચમચી • સફેદ તલ - ચાર ચમચી • મરી પાઉડર - એક નાની ચમચી • આદું-મરચાં પેસ્ટ - એક ચમચી • હળદર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે
રીતઃ મકાઇના દાણા કાઢી લો અને મીક્સરમાં આદું-મરચાંની પેસ્ટ સાથે ક્રશ કરી લો. ક્રશ મકાઇને એક મોટા બાઉલમાં કાઢીને એમાં કોથમીર અને મીઠું નાંખો. આ પછી એમાં હળદર, તેલ અને વરિયાળી ઊમેરો. આ પછી મરી પાઉડર નાખો. મિશ્રણમાં ચણાનો લોટ ઊમેરીને એકદમ મિક્સ કરી લો. ખીરું તૈયાર થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરો. ભજિયાં પાડતા પહેલાં ખીરુમાં થોડોક ખાવાનો સોડા નાખીને મિક્સ કરી લો. હાથ વડે થોડું ખીરું લઇને તેલમાં ભજિયાં પાડો અને બ્રાઉન રંગના તળી લો. લીલી મકાઇનાં આ ટેસ્ટી અને સોફ્ટી ભજિયાંને લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.