સામગ્રીઃ લીલા વટાણા - ૧ વાટકી • ફોલેલી પાપડી - ૧ વાટકી • વાલોળ - ૧ વાટકી • સમારેલી દૂધી - ૧ વાટકી • સમારેલું ફાલવર - ૧ વાટકી • સમારેલું લીલું કાચું ટમેટું - ૧ નંગ • નાના લીલાં રીંગણાં - ૬ નંગ • મેથીના મૂઠિયાં - ૧૦-૧૨ નંગ • આદું-મરચાંની પેસ્ટ - ૨ ચમચી • લીંબુ રસ - ૧ ચમચી • તેલ - ૫ મોટી ચમચી • મીઠું સ્વાદ પ્રમાણે • રાઈ - ૧ નાની ચમચી • જીરું ૧ નાની ચમચી • તજ ટુકડો - ૧ નંગ • હિંગ - ૧ નાની ચમચી
રીતઃ એક કડાઈમાં ૪થી ૫ મોટા ચમચા તેલ નાખો. એમાં રાઈ, જીરું, હિંગ અને તજનો વઘાર કરીને એમાં સમારેલું શાક નાખો. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આદું-મરચાની પેસ્ટ તેમજ થોડી ખાંડ નાખો. હવે શાક ચડી જાય એટલી પાણી નાખો. લીંબુંનો રસ અને થોડોક ગરમ મસાલો નાખો. ૨૦ મિનિટ બાદ શાક ચઢી જશે. આથી ચેક કરીને તેની અંદર મેથીના મૂઠીયાં નાંખો. હળવા હાથે હલાવીને શાકને પાંચેક મિનિટ ચઢવા દો એટલે લીલું ઊંધિયુ તૈયાર.
મૂઠિયાં બનાવવા માટે ઝીણી સમારેલી મેથીની ભાજીમાં થોડો ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, લીંબુનો રસ, ખાંડ અને તેલ નાખીને મૂઠિયાંનો કડક લોટ તૈયાર કરી લો. આમાંથી મૂઠિયાં વાળીને તેલમાં તળી લો.