સામગ્રી: અડધો લીટર દૂધ • અડધો કપ છીણેલી દૂધી • પા કપ ચણાનો લોટ • અડધી ચમચી એલચી પાઉડર અને બદામનો ભૂકો • ૧ ચમચી ઘી • સ્વાદ અનુસાર સાકર
રીતઃ ચણાના લોટને એમ જ ડ્રાય રોસ્ટ કરીને બાજુએ મૂકી રાખો. એક પેનમાં ઘી લો. એમાં છીણેલી દૂધી નાખીને રાંધો. લગભગ દસેક મિનિટ થશે. દૂધી રંધાઈને એમાંથી પાણીનો ભાગ ઊડી જાય ત્યાં સુધી રાંધો. હવે એક પેનમાં દૂધ ગરમ કરો. એમાં દૂધીનું રાંધેલું છીણ ઉમેરીને બરાબર હલાવો. એક કપમાં થોડુંક પાણી લઈને ચણાનો લોટ બરાબર ઓગાળો અને દૂધના પેનમાં મિક્સ કરો. બધા મિશ્રણને પાંચેક મિનિટ સુધી ધીમી આંચે પકવો અને સતત હલાવતા રહો. છેલ્લે સ્વાદ અનુસાર સાકર, એલચી પાઉડર અને બદામનો ભૂકો ઉમેરો. આ ખીર જેવું પોરિજ ઠંડું પડશે એટલે વધુ જાડું થશે. એને ગરમ કે ઠંડું બન્ને રીતે સર્વ કરી શકાય.