સામગ્રીઃ ઘઉંનો લોટ – અડધો કપ • ચણાનો લોટ – પા કપ • રવો - અડધો કપ • એલચીનો ભૂક્કો ૧ ચમચી • ઘી - ૧ કપ • ખાંડ - ૧ કપ • વરિયાળીનો ભૂક્કો ૧ ચમચો • બદામનો પાવડર ૧ ચમચો • સમારેલાં ડ્રાયફ્રૂટ્સ જરૂર પૂરતાં
રીતઃ સૌથી પહેલાં એક પેનમાં ખાંડ લો. તેમાં ખાંડથી ત્રણ ગણું પાણી ઉમેરીને ગરમ કરો. ખાંડ સારી રીતે ઓગળી જાય અને એક ઊભરો આવે એટલે આંચ પરથી ઉતારી લો. હવે બીજી જાડા તળિયાવાળા પેનને ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને રવો લઈ તેને ધીમી આંચે પાંચેક મિનિટ સુધી શેકી લો. હવે તેમાં ઘી ઉમેરો અને શેકો. આ પછી તેમાં વરિયાળીનો ભૂક્કો, એલચીનો ભૂક્કો અને બદામનો પાવડર ઉમેરો અને ચમચાથી સતત હલાવતાં રહો. મિશ્રણ બદામી રંગ થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલી ખાંડની ચાસણી ઉમેરો અને સારી રીતે ભેળવીને મધ્યમ આંચે હલાવતાં રહો. મિશ્રણ પેનની ધાર છોડવા લાગે એટલે આંચ પરથી ઉતારી લો. સમારેલાં ડ્રાયફ્રૂટ્સ ભભરાવીને સર્વ કરો.