આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: સાડા ત્રણ કપ કોકોનટ મિલ્ક • એક ટેબલસ્પૂન મેંદો • એક ટી સ્પૂન ઘી • અડધી ટી સ્પૂન જીરું • બે ચીરી પાડેલાં લીલાં મરચાં • લીમડાનાં પાન • એક કપ સ્લાઈસ કરેલી દૂધી • એક કપ સ્લાઈસ કરેલું કોળું • એક કપ સ્લાઈસ કરેલાં તૂરિયાં • અડધો કપ લીલા વટાણા • એક કપ આડી સમારેલી ફણસી • અડધો કપ સ્લાઈસ કરેલાં ગાજર • મીઠું સ્વાદાનુસાર.
રીત: એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને મેંદો મેળવીને સારી રીતે વલોવી લઇને તેને બાજુ પર રાખો. હવે માઈક્રોવેવ સેફ બાઉલમાં ઘી, જીરું, લીલાં મરચાં અને લીમડો ભેગાં કરી ઊંચા તાપ પર 30 સેકન્ડ સુધી માઈક્રોવેવ કરી લો. એ પછી તેમાં બધાં શાક, પોણો કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઊંચા તાપ પર ૩૦ સેકન્ડ સુધી માઈક્રોવેવ કરી લો. એ પછી તેમાં આગળથી તૈયાર કરેલું કોકોનટ મિલ્ક - મેંદાનું મિશ્રણ તથા પોણો કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીને ઊંચા તાપ પર બે મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને માઈક્રોવેવ કરી લો. તરત જ પીરસો.