આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: પૌંઆ - 1 કપ • એકદમ ઝીણા સમારેલાં ગાજર કોબીજ, કેપ્સિકમ, ડુંગળી - 1 કપ • આદું, મરચાં, લસણની પેસ્ટ - 2 ચમચી • ઝીણી સમારેલી કોથમીર - પા કપ • મીઠું - સ્વાદ મુજબ • ખાંડ - 1 ચમચી • આમચૂર પાઉડર - 2 ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • તલ - 2 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • ચિલી ફ્લેક્સ - 1 ચમચી • ચાટ મસાલો - 1 ચમચી • બ્રેડ ક્રમ્બ્સ - 1 કપ • તેલ-તળવા માટે
રીત: પૌંઆને પલાળીને સાઈડમાં રાખો. કડાઈમાં થોડું તેલ મૂકીને ડુંગળી એક મિનિટ સાંતળી લો. બાકીના શાકભાજી, સ્વાદ મુજબ મીઠું અને આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી ફાસ્ટ તાપે બે મિનિટ સાંતળો. હવે તેમાં બધા મસાલા, લીંબુનો રસ અને પલાળેલા પૌંઆ ઉમેરી ગેસ બંધ કરી દો. સારી રીતે મિક્સ કરી મિશ્રણને ઠંડું પડવા દો. તેમાંથી નાની નાની ટિક્કી બનાવી બ્રેડ ક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. આ ટિક્કીને શેલો ફ્રાય પણ કરી શકાય.