સામગ્રીઃ બાફેલા બટાકા ૩ નંગ • છીણેલું ગાજર ૧ નંગ • ઝીણી સમારેલી ડુંગળી ૧ નંગ • છીણેલું પનીર ૫૦ ગ્રામ • આદું-લસણની પેસ્ટ ૧ ટી સ્પૂન • લીલાં મરચાં વાટેલાં ૪-૫ નંગ • ચાટ મસાલો ૧ ટી સ્પૂન • કોર્નફ્લોર ૧ ચમચી • મેંદો ૧ ચમચી • ટોસ્ટનો ભૂકો ૫૦ ગ્રામ • તળવા માટે તેલ • મીઠું સ્વાદ પ્રમાણે • ટૂથપિક - જરૂરત અનુસાર
રીત: બાફેલા બટાકાનો માવો કરીને છીણેલું પનીર મિક્સ કરો. તેમાં છીણેલું ગાજર, ઝીણા સમારેલા કાંદા, આદું-લસણની પેસ્ટ, લીલાં મરચાં, મીઠું ઉમેરો. બધો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાંથી એકસરખા નાના બોલ વાળીને લોલીપોપનો આકાર આપવો. આ રીતે બધા બોલ તૈયાર કરીને એક કલાક માટે ફ્રીઝમાં મૂકવા. બીજા એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર ભેગા કરીને તેમાં પાણી ઉમેરી સહેજ જાડું ખીરું તૈયાર કરો. ટોસ્ટનો ભૂકો તૈયાર કરવો. ફ્રીઝમાંથી તૈયાર કરેલા લોલીપોપ બહાર કાઢીને, ખીરામાં બોળી ટોસ્ટના ભૂકામાં રગદોળો. બધા બોલ્સ તૈયાર કરીને ગરમ તેલમાં તળી લો. તેમાં ટૂથપિક ભરાવી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.