સામગ્રીઃ ત્રણ કપ ઘઉંનો લોટ • એક કપ મિક્સ વેજિટેબલ ઝીણાં સમારેલાં (વટાણા, ગાજર, બટેટા, ફ્લાવર) • એક કપ છીણેલું પનીર • અડધો કપ ઝીણા સમારેલા કાંદા • બે ચમચી આદું-લસણની પેસ્ટ • અડધી ચમચી ગરમ મસાલો • અડધી ચમચી લાલ મરચું • અડધી ચમચી જીરું • ચપટી હળદર • અડધી ચમચી ધાણાજીરું પાઉડર • બે ચમચા ઝીણી સમારેલી કોથમીર • મીઠું સ્વાદ પ્રમાણે • શેકવા માટે ઘી અથવા તેલ
રીતઃ ઘઉંના લોટમાં મીઠું, તેલ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મધ્યમ લોટ બાંધો અને તેને ઢાંકીને અલગ રાખી દો. એક પેનમાં તેલ ગરમ કરો અને જીરું ઉમેરો. ત્યાર બાદ કાંદા, આદું-લસણની પેસ્ટ અને થોડું મીઠું ઉમેરીને સાંતળો. કાંદા નરમ થાય એટલે ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. આ પછી વેજિટેબલ્સ ઉમેરી એને પાંઉભાજી ક્રશ કરવાના ક્રશર વડે ઝીણું ક્રશ કરી લો. હવે પનીર, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણના નાના-નાના ગોળા બનાવી લો.
હવે બાંધેલા લોટમાંથી લૂઓ લઈ એને થોડું વણો. એમાં તૈયાર કરેલા પૂરણનો ગોળો મૂકી ફરી વાળીને કોરો લોટ લગાવીને પરાંઠાં વણી લો. નોનસ્ટિક તવી ગરમ કરી વણેલાં પરાઠાને તેલ અથવા ઘી લગાવી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. અથાણું, ચટણી કે રાયતા સાથે સર્વ કરો.