વેજીટેબલ ફ્રાઇડ રાઈસ

Wednesday 13th July 2016 10:19 EDT
 
 

સામગ્રીઃ બાસમતી ચોખા દોઢ કપ • ઝીણું સમારેલું મધ્યમ કદનું ગાજર ૧ નંગ • ઝીણું સમારેલું સિમલા મિર્ચ ૧ નંગ • ઝીણી સમારેલી લીલી ડુંગળી ૨-૩ નંગ (લીલા પત્તાં સજાવટ માટે રાખવા) • ઝીણી કાપેલી કોબીજ અડધો કપ • ઝીણું કાપેલું આદું અડધી ટીસ્પૂન • ઝીણું કાપેલું લસણ અડધી ટીસ્પૂન • ઝીણી કાપેલી સેલેરી અડધી ટેબલ સ્પૂન • ઝીણી કાપેલ ફણસી (ફ્રેન્ચબીન્સ) ૮-૧૦ નંગ • ઝીણાં કાપેલા બટન મશરૂમ્સ ૫ નંગ • સોયા સોસ ૧ ટેબલસ્પૂન • મીઠું અને કાળા મરી - જરૂરત અનુસાર

રીતઃ ચોખા અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખો. આ પછી ૪થી ૫ કપ પાણી નાંખીને ચઢવા દો. અગાઉનું પાણી નીતારી લેવું. ચોખા ચઢી જાય એટલે ઓસામણ કાઢી લઈને ભાત ઠંડા થવા દેવા. ઢાંકીને એને એક બાજુ પર મુકી દો. એક કઢાઈમાં તેલ લો, ગરમ કરો. એમાં આદુ અને લસણ નાંખીને, થોડી વાર સાંતળો. પછી એમાં ડુંગળી નાંખીને પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. બાકીના શાક નાખી તેજ આંચ પર સાંતળો. સતત હલાવતાં રહેવું જેથી શાક એકસરખા રંધાય અને બળી ન જાય. પછી એમાં સોયા સોસ, સેલેરી, મીઠું અને મરી નાંખો. તરત હલાવીને એમાં ભાત ઉમેરો. ભાતને થોડીક વાર હલાવો. યોગર્ટ કે રાઇતા સાથે ગરમ ગરમ પીરસો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter