સામગ્રીઃ બીયાં કાઢીને સમારેલું તરબુચ – ૨ કપ • લીંબુનો રસ અડધો કપ • આદુની પેસ્ટ – ૧ ચમચી • કન્ડેન્સ્ડ મિલ્ક – ૨૦૦ ગ્રામ • ખાંડ – ૨ ચમચી • ફુદીના પાન - ૮-૧૦
રીતઃ સમારેલા તરબૂચને એરટાઇટ કન્ટેનરમાં ભરીને આઠ કલાક માટે ફ્રીજરમાં મૂકીને ફ્રોઝન કરી લો. હવે બ્લેન્ડરમાં ફ્રોઝન તરબૂચ, ખાંડ, લીંબુનો રસ, કન્ડેન્સ્ડ મિલ્ક, ફુદીનાના પાન અને આદુની પેસ્ટ નાખીને સ્મૂધ પ્યુરી બનાવો. આમાં ઇચ્છો તો તરબૂચની સાથે સ્ટ્રોબેરી પણ ઉમેરી શકો છો. આ પછી મિશ્રણને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ચાર-પાંચ કલાક માટે ફ્રીજરમાં સેટ થવા માટે મૂકો. સર્વ કરો ત્યારે સ્કૂપથી સર્વિંગ બાઉલમાં કાઢો.