શક્કરિયાંનો હલવો

Friday 28th March 2025 05:32 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: બે કપ બાફીને છોલીને છૂંદેલાં શક્કરિયાં • થોડા કેસરનાં તાંતણા • એક ટેબલસ્પૂન હૂંફાળું દૂધ • એક ટીસ્પૂન ઘી • અડધો કપ દૂધ • અડધો કપ સાકર
• અડધી ટીસ્પૂન ઇલાયચી પાઉડર • બે ટેબલસ્પૂન સમારેલો સૂકોમેવો
રીત: એક નાના બાઉલમાં કેસર અને હૂંફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. ઊંડી નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને તેમાં છૂંદેલા શક્કરિયાં ઉમેરી મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લો. એ પછી તેમાં દૂધ અડધો કપ, પાણી, સાકર અને એલાયચીનો પાઉડર મેળવી, સારી રીતે મિક્સ કરો. ધીમા તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકું ન બને અને નરમ રહે ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો. પેનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો. ગરમ ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter