સામગ્રીઃ પનીર ૫૦૦ ગ્રામ • ક્રીમ ૨૫૦ ગ્રામ • દહીં ૨૫૦ ગ્રામ • ડુંગળી ૨૫૦ ગ્રામ • ટામેટાં ૪ નંગ • લસણ દસેક કળી • આદું - નાનો ટુકડો • હળદર ૧ ચમચી • જીરું પાઉડર અડધી ચમચી • ગરમ મસાલો ૧ ચમચી • મરચું સ્વાદ મુજબ • લીલાં મરચાં - જરૂર મુજબ • ઘી જરૂર પૂરતું • સમારેલી કોથમીર ૧ ચમચો
રીતઃ પનીરના ચોરસ ટુકડા કરો. ડુંગળી, લસણ અને આદુને એકસાથે ક્રશ કરીને પેસ્ટ બનાવો. ટામેટાં અને લીલાં મરચાંની પણ પેસ્ટ બનાવો. દહીં અને ક્રીમને બ્લેન્ડરથી વલોવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું સાંતળીને તે બદામી રંગનું થાય એટલે હળદર અને મરચું નાંખો. હવે તેમાં આદુ-ડુંગળી-લસણની પેસ્ટ નાંખીને સાંતળો. જ્યારે મિશ્રણ આછા બદામી રંગનું થાય ત્યારે તેમાં ટામેટાંની પેસ્ટ ભેળવો. પાંચેક મિનિટ પછી તેમાં ક્રીમ અને દહીં ભેળવો. આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં અડધો ગ્લાસ પાણી રેડો. ઊભરો આવે એટલે તેમાં પનીરના ટુકડા અને મીઠું નાંખીને હલાવો. પાંચ મિનિટ પછી આંચ પરથી ઉતારી લો. ગરમ મસાલો અને સમારેલી કોથમીરથી સજાવી સર્વ કરો.