સામગ્રીઃ • 1 બાઉલ ગોળ • ૨ બાઉલ આખા શિંગદાણા
રીતઃ શિંગદાણાને બરોબર શેકી લેવા. આ પછી ફોતરા કાઢીને કટરમાં ક્રશ કરી લો. બે બાઉલ શિંગદાણાના ભૂક્કામાંથી એક બાઉલનો ઉપયોગ થશે. ભૂક્કો વધારે એટલા માટે બનાવવાનો કે જેથી ચીકી બનાવતી વખતે થોડોક ખૂટે તો ઉમેરી શકાય. એક બાઉલ ગોળ લઇને એને ધીમા તાપે ગરમ કરવો. ગોળ ઓગળે અને લાલ થવા આવે ત્યારે એક બાઉલ શિંગદાણા ઉમેરીને મિક્ષ કરી લેવું. પ્લેટફોર્મ, હાથ પર અને વેલણ પર તેલ લગાવવું. હલકા હાથે ગરમ હોય ત્યારે જ વણી લો. ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા. ચીકી ઠંડી થાય પછી કટકા કરી લેવા. (લેખિકાની અન્ય રેસિપી માટે જૂઓ યુટ્યુબ ચેનલઃ mayadeepak22)