સામગ્રી: બટાકા - ૩ નંગ • મેંદો - ૧ ચમચી • શેઝવાન સોસ - ૨ ચમચી • ચોખાનો લોટ - ૧ ચમચી • સોયા સોસ - ૧ ચમચી • મરી પાઉડર - ૧ ચમચી • મેંદો - પા કપ • ચોખાનો લોટ - પા કપ • તલ - ૨ ચમચી • કોર્નફ્લોર - ૧ ચમચી • ટોમેટો કેચઅપ - ૧ ચમચી • ચિલી સોસ - ૧ ચમચી • ડુંગળી - ૧ નંગ • ઝીણું સમારેલું લસણ - ૧ ચમચી • કેપ્સિકમ - ૧ નંગ • તીખા મરચાં - ૩ નંગ • મધ - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે
રીત: સૌપ્રથમ બટાકાને છોલીને લાંબી સાઈઝમાં કાપી લો. ત્યારબાદ એક પેનમાં પાણી નાખી ઊકળે એટલે તેમાં બટાકાની સ્લાઈસ તથા મીઠું નાખી પાંચ મિનિટ ઊકળવા દો. હવે એક બાઉલમાં આ બટાકાની ચિપ્સ કાઢી તેમાં ચોખાનો લોટ, મેંદો અને મીઠું નાંખીને વ્યવસ્થિત રગદોળી લો. ત્યારબાદ અન્ય એક બાઉલમાં મેંદો, ચોખાનો લોટ અને મીઠું નાખીને ઘટ્ટ બેટર તૈયાર કરી લેવું. હવે તેલ ગરમ કરો અને તેમાં આ ચિપ્સને બેટરમાં ડુબાડી ક્રિસ્પી તળી લો. હવે એક પેનમાં બે ચમચી તેલ મૂકીને તેમાં લસણ, ડુંગળી, તીખાં મરચાં, કેપ્સિકમ અને તલ નાખો. આ પછી તેમાં ચિલિ સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ, શેઝવાન સોસ, મરી પાઉડર અને મીઠું નાખીને બે મિનિટ સુધી થવા દો. હવે કોર્નફ્લોરમાં થોડું પાણી નાખીને સ્લરી બનાવી તેમાં ઉમેરો. મિશ્રણ થોડુંક ઘટ્ટ થાય એટલે ફ્રાય પોટેટો ચિપ્સ અને મધ નાખી ૨ મિનિટ સુધી ચડવા દો.