સામગ્રીઃ બટાકા ૫૦૦ ગ્રામ • મોરૈયાનો લોટ ૧૦૦ ગ્રામ • સાબુદાણા ૫૦ ગ્રામ • રાજગરાનો લોટ ૫૦ ગ્રામ • લીલાં મરચાં ૩ • આદું એક ટુકડો • મીઠું - સ્વાદ મુજબ • તેલ પ્રમાણસર
(ફિલિંગ માટે) નાળિયેરનું ખમણ ૫૦ ગ્રામ • સિંગદાણા ૫૦ ગ્રામ • લીલાં મરચાં ૩ • લીંબુ ૧ • લીલા ધાણા ૧ જૂડી • કાજુ ૫ • લાલ દ્રાક્ષ ૧૦ • ચારોળી ૧ ટેબલસ્પૂન • ખાંડ ૧/૨ ટી સ્પૂન • મીઠું સ્વાદ પ્રમાણે
રીતઃ સૌપ્રથમ સીંગદાણાને શેકીને, ફોતરાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં નાળિયેરનું ખમણ, લીલા મરચાંના બારીક કટકા, કાજુના કટકાં, લાલ દ્રાક્ષ, ચારોળી, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરી લો. સાબુદાણાને થોડા પાણીમાં પલાળી રાખવા. ફુલે અને પોચા થાય એટલે બાજુ પર રાખવા. બટાકાને બાફીને છોલીને તેનો માવો બનાવવો. તેમાં મોરૈયાનો લોટ, રાજગરાનો લોટ મીઠું, વાટેલાં આંદુ-મરચાં નાખી મસળીને માવો તૈયાર કરવો. છેલ્લે સાબુદાણા નાખી, મોરૈયાના લોટનું અટામણ હાથમાં લઈને બટાકાના માવામાંથી લૂઓ લઈ, વાડકી આકાર કરી, તેમાં પૂરણ ભરી બરાબર બંધ કરીને વડાં બનાવવા. તેલમાં વડાં બદામી રંગના તળી લેવા. દહીંની કોઈ ચટણી સાથે પીરસવાં.