સામગ્રીઃ કેરી - ૨ નંગ • કેરીનો પલ્પ - ૩ ચમચા • પનીરનું છીણ - ૩૦ ગ્રામ • બૂરું ખાંડ - સ્વાદ મુજબ • એલચીનો ભૂકો - ૩ ચમચી • દૂધમાં ઘોળેલું કેસર - થોડા તાંતણા • બદામ-પિસ્તાં - ૨ ચમચા (ઘીમાં તળેલા) • ક્રીમ - ૨ ચમચો • ટૂથપિક – ૧૨થી ૧૫
રીત: કેરીને છોલી તેની પાતળી, લાંબી સ્લાઇસ સમારી લો. હવે એક બાઉલમાં બદામ-પિસ્તાંનો ભૂકો, ખાંડ, કેસર, એલચીનો ભૂકો, ક્રીમ નાંખીને સારી રીતે મિક્સ કરો. કેરીની સ્લાઇસની વચમાંથી મિશ્રણ મૂકીને રોલ વાળીને તેમાં ટૂથપિક ભરાવી દો. આ રીતે બધા રોલ તૈયાર કરીને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકો. એકદમ ઠંડા થયેલા મેંગો રોલ પર પહેલાં કેરીનો પલ્પ રેડો અને પછી તેના પર કેસર, એલચીનો ભૂકો, ક્રીમ, પનીરથી સજાવીને સર્વ કરો.