સામગ્રીઃ ૫૦૦ ગ્રામ સફરજન • ૨૫૦ ગ્રામ ખાંડ • અડધી ચમચી લીંબુનાં ફૂલ • અડધી ચમચી આદુંનું છીણ • અડધી ચમચી તજનો પાઉડર • અડધી ચમચી લવિંગ - મરી - ઇલાયચીનો મિક્સ પાઉડર • અડધી ચમચી મરચું પાઉડર • મીઠું સ્વાદાનુસાર
રીતઃ સફરજનને ધોઇને છાલ કાઢી, તેના ટુકડા કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરીને બાફી લો. એક નોનસ્ટિક કડાઇમાં સફરજનનો માવો, ખાંડ અને આદુંનું છીણ નાંખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવું. આમ કર્યા પછી ગેસ બંધ કરીને તેમાં તજ, મરી, લવિંગ, ઇલાયચી પાઉડર, લીંબુના ફૂલ, મરચું-મીઠું નાખીને બરાબર મિક્સ કરીને બોટલમાં ભરી લો. તૈયાર છે સફરજનની ચટણી, આને ફ્રીજમાં રાખી શકો છો. પરોઠા, પૂરી કે બ્રેડ સાથે સરસ લાગશે.