સામગ્રીઃ ૧ કિલો ખટમીઠાં સફરજન • ૩ કિલો ખાંડ • બે નંગ લીંબુ
રીતઃ સફરજનને ધોઈને છાલ કાઢી લો. બી કાઢીને ટુકડાં કરો. કાંટાથી ટુકડામાં કાણાં કરો. ખાંડ અને અડધો કપ પાણી કૂકરમાં નાંખીને ખાંડ ઓગાળો. ઉપર આવેલો કચરો તારવી લો. એમાં સફરજનના ટુકડા નાંખીને ચડવા દો. લીંબુનો રસ નાંખી મિક્સ કરીને સતત હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થઈને ટુકડાઓ પર લપેટાઈ જાય એટલે બર્નર ઉપરથી ઉતારી લો. ઈચ્છા હોય તો એક-બે ટીપાં રંગ પણ નાંખી શકાય છે. સ્વચ્છ અને કોરા ડબ્બા કે બોટલમાં ભરો.