સામગ્રી: ચણા દાળ - અડધો કપ • અડદ દાળ - અડધો કપ • મરી - 10થી 12 નંગ • આખા ધાણા - 2 ચમચી • તલ - 1 ચમચી • જીરું - 1 ચમચી • સૂકાં લાલ મરચાં - 8થી 10 નંગ • મીઠાં લીમડાનાં પાન-10થી 12 નંગ • સૂકી આંબલી - 1 નંગ • મીઠું-સ્વાદ મુજબ • હિંગ -પા ચમચી • હળદર - પા ચમચી • તેલ - ૨ ચમચી
રીત: સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકીને તેમાં સૂકાં લાલ મરચાં અને લીમડાનાં પાનને શેકીને સાઈડમાં કાઢી લો. હવે એમાં જ ચણાની દાળ અને અડદની દાળ શેકવી. થોડીક શેકાય એટલે તેમાં આખા મરી, આખા ધાણા, જીરું, આંબલી અને તલ પણ ઉમેરી શેકી લેવા. બધું ઠંડું થાય એટલે મિક્સરમાં લઇ તેમાં હળદર, હિંગ, મીઠું ઉમેરી ક્રશ કરી લેવું. તૈયાર છે પોડી મસાલો. તેને એરટાઈટ ડબામાં ભરી બેથી ત્રણ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.