સામગ્રી: ટામેટાં - ૨ નંગ • કાશ્મીરી સૂકાં લાલ મરચાં - ૪ નંગ • તેલ - ૧ ચમચી • અડદની દાળ - ૧ ચમચી • દાળિયા - ૧ ચમચી • કાચા સીંગદાણા - ૧ ચમચી • ચણાની દાળ - ૧ ચમચી • મીઠું-સ્વાદ મુજબ
(વઘાર માટે) અડદની દાળ - ૧ ચમચી • રાઇ - પા ચમચી • સૂકા લાલ મરચાં - ૨ નંગ • લીમડાનાં પાન - ૫-૧૦ નંગ • તેલ - ૧ ચમચી
રીત: એક પેનમાં તેલ ગરમ થાય એટલે અડદની દાળ તથા ચણાની દાળ શેકી લો. તેમાં જ સૂકાં લાલ મરચાં તથા ટામેટાં ઉમેરીને સાંતળો. ઠંડં થાય એટલે મિકસરમાં લઇ તેમાં દાળિયા, સીંગદાણા અને મીઠું ઉમેરી પીસી લો. તેમાં અડદની દાળ, રાઈ, મીઠાં લીમડાનાં પાન, સૂકાં લાલ મરચાં અને હિંગનો વઘાર કરી પીસેલી ચટણી પર રેડો. તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લાલ ચટણી.