સામગ્રી: ૧/૪ કપ નાયલોન સાબુદાણા (નાના દાણા) • ૧/૪ કપ ખાટું દહીં • ૧/૪ કપ રવો • ૧/૩ કપ ચોખાનો લોટ • બે મિડિયમ કાંદા બારીક સમારેલાં • ૧/૪ કપ કોથમીર ઝીણી કાપેલી • ૧ ટી સ્પૂન ગ્રીન મરચાંની પેસ્ટ • મીઠું સ્વાદ અનુસાર • તેલ તળવા માટે
રીતઃ ખાટાં દહીંમાં સાબુદાણાને પાંચ-છ કલાક પલાળો. એક બાઉલમાં સાબુદાણા અને તેલ સિવાયની સામગ્રી મિક્સ કરીને ભજિયા જેવું જાડું ખીરું તૈયાર કરો. જો ખીરું કોરું લાગે તો થોડુંક દહીં મિક્સ કરી શકાય. તેલ ગરમ કરીને ચમચીની મદદથી નાની સાઈઝનાં ભજિયાં ગરમ તેલમાં મૂકો અને ગુલાબી રંગનાં તળી લો. કેચઅપ, કોથમીરની ચટણી કે કોપરાંની ચટણી સાથે ગરમ સર્વ કરો.