સામગ્રીઃ એક કપ - સાબુદાણા • એક લિટર - દૂધ • છીણેલું પનીર - પા કપ • ચાર ચમચી - બદામની કતરણ • એક નાની ચમચી - ઈલાયચી પાવડર • ૭થી ૮ તાંતણા - દૂધમાં પલાળેલું કેસર • ૨ ચમચી - કાજુના ટુકડાં • એક ચમચી - ચારોળી • સજાવટ માટે - દેશી ગુલાબની પાંદડીઓ
રીતઃ સાબુદાણાને એક કલાક સુધી પલાળી રાખો. હવે એક તપેલીમાં દૂધને ઉકાળવા મૂકો. દૂધને આશરે પંદરેક મિનિટ સુધી ઉકળવા દો. હવે પલાળેલા સાબુદાણાને નીતારીને દૂધની અંદર મિક્સ કરો. સાબુદાણા નાંખ્યા બાદ મિશ્રણને સતત હલાવતા રહો. ગેસ એકદમ ધીમો રાખો એટલે સાબુદાણા ચોંટે નહીં. સાબુદાણા ચડી જાય એટલે તેમાં ખાંડ, બદામ-પિસ્તાંની કતરણ, કાજુ, પલાળેલું કેસર, ચારોળી અને પનીરનું છીણ ઉમેરીને પાંચેક મિનિટ સુધી સતત હલાવતા રહો. હવે બર્નરને બંધ કરીને સ્વાદિષ્ટ સાબુદાણા રબડી સર્વિંગ બાઉલમાં લઈને ગુલાબની પાંદડીઓ તેમજ પિસ્તાંની કતરણથી સજાવીને સર્વ કરો. આ રબડી ઉપાવાસમાં ખાઈ શકાય છે.