સામગ્રીઃ ૧૫૦ મિલીલીટર દૂધ • બે મોટી ચમચી ખડી સાકરનો પાઉડર • ૧ ચમચી સામો (મોરૈયો) • ૩ બદામ (પલાળીને ફોતરાં કાઢેલી) • ૩ પિસ્તાં • ૩ દ્રાક્ષ • ૧ ચપટી એલચી પાઉડર • ત્રણેક તાંતણા કેસર
રીતઃ સામો (મોરૈયો) બરાબર ધોઈને સાફ કરો અને પાણીમાં પંદર-વીસ મિનિટ પલાળી રાખો. એ પછી એમાંથી પાણી કાઢીને એને બાજુ પર મૂકો. બદામ-પિસ્તાંને ક્રશ કરી લો અને દ્રાક્ષને ઝીણી સમારી લો. એક ચમચી ગરમ દૂધમાં કેસરના તાંતણા નાખીને એને ઓગાળીને તૈયાર રાખો. અડધું દૂધ ગરમ કરીને એમાં સામો નાખીને ઉકાળો. ધીમી આંચે પાકવા દો. બરાબર પાકી જાય એ પછીથી બાકીનું અડધું દૂધ ઉમેરો. ખડી સાકર, એલચી, કેસર, દ્રાક્ષ અને બદામ-પિસ્તાંનો ભૂકો ઉમેરો. બરાબર ઊકળવા લાગે ત્યાં સુધી ધીમી આંચે પકવો અને સતત હલાવતા રહો. બે-ત્રણ મિનિટ સીઝવા દો. હૂંફાળું ગરમ હોય ત્યારે લિજ્જત માણો.