સામગ્રી: એક કપ સામો • ત્રણ ચમચા ઘી • અડધો કપ બારીક સમારેલા બટાટા • અડધો કપ શિંગદાણાનો ભુક્કો • એક ચમચો બારીક સમારેલી કોથમીર • ત્રણથી ચાર બારીક સમારેલાં લીલાં મરચાં • ૪-૫ મીઠા લીમડાનાં પાન • એક ચમચી જીરું • મીઠું સ્વાદ પ્રમાણે • ૮-૧૦ કાજુ બે ટુકડામાં સમારેલા • ૮-૧૦ બદામ - બે ટુકડામાં સમારેલી • ૮-૧૦ કિસમિસ • થોડાક તાંતણા કેસર • એક ચમચો ગરમ દૂધ • જરૂરત અનુસાર પાણી
રીતઃ સાફ કરેલો સામો ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. એક પેનમાં બે ચમચા ઘી ગરમ કરીને એમાં કાજુ, કિસમિસ અને બદામ ઉમેરીને અડધી મિનિટ સાંતળો. સોનેરી થાય એટલે બહાર કાઢી લો અને અલગ રાખો. ગરમ દૂધમાં કેસર મિક્સ કરો. હવે ડ્રાયફુટ સાંતળેલા ઘીમાં જ જીરું, મીઠા લીમડાનાં પાન અને લીલાં મરચાંનો વઘાર કરો. ત્યાર બાદ એમાં બટાટા ઉમેરીને સાંતળો. પાણી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી ચઢવા દો. બટાટા ચઢી જાય એટલે એમાં સામો અને મીઠું ઉમેરી હલાવો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી સામો ચઢવા દો. ખીચડી ચઢી જાય એટલે તળેલા કેસરવાળું દૂધ, કાજુ, કિસમિસ અને બદામ ઉમેરી હલાવો. બાકીનું એક ચમચો ઘી ઉમેરી હલાવો. કોથમીર ભભરાવી સર્વિંગ પ્લેટમાં કાઢો અને તરત પીરસો.