સામગ્રીઃ ૧ લીટર દૂધ • ૬૦ ગ્રામ ચોખાનો પાઉડર (ભીંજવેલા) • ૪થી ૬ ટેબલ-સ્પૂન સાકર • સવા કપ સીતાફળનો પલ્પ • અડધી ચમચી ઇલાયચી પાઉડર
(ગાર્નિશિંગ માટે) • બે ટેબલ સ્પૂન બદામ-પિસ્તાંની કતરણ • કેસરના તાંતણા
રીતઃ ચોખાને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે એને પાણીમાંથી બહાર કાઢીને એની ફાઇન સ્મૂધ પેસ્ટ કરી લો (દૂધ નાખીને પેસ્ટ કરવી). એક પેનમાં દૂધને ઉકાળવા મૂકવું. એમાં સાકર મિક્સ કરીને સતત હલાવતા રહો. પાંચ-દસ મિનિટ પછી એમાં ચોખાની પેસ્ટ મિક્સ કરો અને દૂધને હલાવતા રહો. ૩/૪ દૂધ રહે ત્યારે બર્નર સ્લો કરીને એમાં સીતાફળ પલ્પ ઉમેરી પાછું એને સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવો અને પછી બર્નર પરથી ઉતારી લો. સર્વિંગ બાઉલમાં કાઢી લઇને ઠંડુ પડવા દો. બદામ-પિસ્તાં કેસરથી ગાર્નિશ કરો અને ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરો.