સામગ્રી: ૧ લિટર દૂધ • ૧ વાટકો સીતાફળનો પલ્પ • ૧ વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક • જરૂર પૂરતું કેસરવાળું દૂધ • ચપટીક જાયફળનો પાઉડર • થોડોક સૂકો મેવો - સમારેલો • સ્વાદ મુજબ ખાંડ
રીત: એક પેનમાં દૂધને ઉકાળવા મૂકો અને ઘટ્ટ થવા દો. તેમાં સમારેલા સૂકા મેવા અને કેસરવાળું દૂધ ઉમેરીને થોડી વાર ઉકળવા દો અને પછી તેને આંચ પરથી ઉતારી લો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ખાંડ અને જાયફળનો પાઉડર મિક્સ કરો અને ફરીથી ધીમા તાપે ઉકાળો. તેને થોડી થોડી વારે હલાવતાં રહો, જેથી દૂધ તળિયે ચોંટી ન જાય. ત્રણ-ચાર ઊભરા આવે એટલે આંચ પરથી ઉતારી લઇને સહેજ ઠંડું થવા દો. હવે તેમાં સીતાફળનો પલ્પ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. સીતાફળની ખીર તૈયાર છે. તેના પર સમારેલો સૂકો મેવો ભભરાવીને સર્વ કરો.