સામગ્રીઃ હોમ મેઈડ પનીર ૨૦૦ ગ્રામ • પલાળેલી બદામ ૧૦૦ ગ્રામ • પલાળેલા કાજુ ૨૫ ગ્રામ - ઝીણાં સમારેલાં • દૂધ ૧૦૦ મિ.લી. • તજ એક ટુકડો • લવિંગ ૨ નંગ • ઘી ૨ ટેબલ સ્પૂન • કેસર પલાળેલું ૫થી ૭ તાંતણા • હળદર અડધી ચમચી • લાલ મરચું ૧ ચમચી • લાલ મરચાંની પેસ્ટ અડધો કપ • લીલા મરચાં ૧ નંગ • આદું ૧ ટુકડો • મીઠું સ્વાદ મુજબ • મરી પાવડર અડધી ચમચી • કોથમીર સજાવટ માટે • ઘરે બનાવેલી મલાઈ અડધો કપ • શેકેલા જીરુંનો પાવડર અડધી ચમચી
(પનીર બનાવવા માટે) દૂધ અડધો લિટર • લીંબુનો રસ ૧ ચમચો • ઘરે બનાવેલી મલાઈ - અડધો કપ
રીતઃ સૌથી પહેલા કઢાઈમાં ઘી ગરમ કરો. આ પછી તેમાં તજ - લવિંગ ઉમેરો. હવે તેમાં પલાળેલા કાજુના એકદમ બારીક ટુકડા ઉમેરો. ૫થી ૭ મિનિટ હલાવીને તેમાં દૂધ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં આદું, ઝીણા સમારેલાં મરચાં, લાલ મરચાંની પેસ્ટ, મીઠું, મરી પાવડર, હળદર, લાલ મરચું, શેકેલું જીરું પાવડર ઉમેરો. મોળો માવો ઉમેરો. ધીમી આંચ પર હલાવતા જવું અને પાંચેક મિનિટ બાદ તેમાં મલાઈ અને પલાળેલું કેસર ઉમેરવું. બર્નર બંધ કર્યા પછી તેમાં પનીરના ટુકડાં ઉમેરીને મિક્સ કરો. હવે સબ્જીને બાઉલમાં લઈને પલાળેલી બદામ, કોથમીર તથા પનીર છીણીને સજાવો અને સર્વ કરો.
પનીર કઇ રીતે બનાવશો?ઃ સૌ પહેલા અડધો લિટર દૂધ ગરમ કરવા મૂકો. હવે એક ઊભરો આવે પછી ગેસ બંધ કરી દો. ત્યાર પછી તેમાં લીંબુનો રસ ગાળીને ઉમેરો અને બરાબર હલાવી લો. આ પછી તેને ગાળીને સાદા પાણીથી સાફ કરી લો. હવે પનીરને ૧૦થી ૧૫ મિનિટ ઠંડું પડવા દેવું. ત્યાર બાદ પનીરને મિક્સી બાઉલમાં લઈને તેમાં સ્વાદ અનુસાર મસાલા ઉમેરીને બે મિનિટ ચર્ન કરી લો. હવે તૈયાર પનીરને કોઈ પણ શેપના ડબ્બામાં ભરીને ફ્રીજમાં ૧૫-૨૦ મિનિટ સેટ થવા મૂકો. આ એકદમ નરમ પનીરને સબ્જી અથવા ફરાળી વાનગીમાં ફ્રેશ વાપરી શકશો.