સામગ્રીઃ સૂંઠ - ૧૦૦ ગ્રામ • ગુંદર - ૧૦૦ ગ્રામ • ઝીણા ટુકડા કરેલા મખાના - ૨ મુઠ્ઠી • સમારેલી ખજૂર – ૧૦-૧૫ • ગોળનો ભૂકો - ૨૫૦ ગ્રામ • ઘી - ૨૫૦ ગ્રામ • કિશમિશ - ૨૦-૨૫ નંગ • ચારોળી - ૨૫ ગ્રામ • સમારેલા કાજુ-બદામ - જરૂરત અનુસાર
રીતઃ એક ચમચી ઘી ગરમ કરીને સૂંઠને શેકી લો. એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ગુંદરને શેકી લો. શેકેલા ગુંદરનો મિક્સીમાં અધકચરો ભૂકો કરી લો. એક પેનમાં બાકી વધેલું ઘી ગરમ કરો. તેમાં મખાના, ખજૂર, કિશમિશ અને ચારોળી નાખીને શેકો. હવે તેમાં ગોળ, શેકેલી સૂંઠ, ગુંદરનો ભૂકો, સમારેલા કાજુ-બદામ સહિતની તમામ સામગ્રી ઉમેરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને સારી રીતે મિક્સ કરો. ઘી વાળા હાથ કરીને લાડુ વાળી લો અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.