આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મેંદો - 1 કપ • બેકિંગ પાઉડર - ચપટી • વરિયાળી - 1 ચમચી • જીરું - 1 ચમચી • આખા ધાણા - 1 ચમચી • તલ - 3 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • ખાંડ - 2 ચમચી • તળેલી મગ દાળ - 1 કપ • ઝીણા ગાંઠિયા - અડધો કપ • મીઠું - સ્વાદ મુજબ • તેલ - જરૂર મુજબ • લાલ મરચું પાઉડર - 2 ચમચી • હળદર - અડધી ચમચી • હિંગ - પા ચમચી • કાજુ ટુકડા - 2 ચમચી • કિસમિસ - 2 ચમચી • આંબલી પલ્પ - 2 ચમચી • ઘી - 2 ચમચી
રીત: મેંદામાં ઘી, ચપટી બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરીને જરૂર મુજબ પાણી રેડી લોટ બાંધી લો. પેનમાં આખા ધાણા, જીરું, તલ અને વરિયાળીને ધીમા તાપે શેકો. આ શેકેલો મસાલો ઠંડો પડે એટલે તેને મિક્સરમાં ખાંડ સાથે ક્રશ કરી એક બાઉલમાં કાઢી લો. એ જ રીતે મિક્સરમાં મગની દાળ અને ગાંઠિયાને ક્રશ કરી તેને પણ બાઉલમાં કાઢી લો. હવે તેમાં ગરમ મસાલો, મીઠું, લાલ મરચું, વરિયાળી, તલ, હિંગ, હળદર, કાજુ ટુકડા, કિસમિસ અને આંબલીનો પલ્પ મિક્સ કરી સારી રીતે હલાવી લો. મિશ્રણની નાની ગોળીઓ વાળી લો. જરૂર પડે તો એક ચમચી પાણી મિક્સ કરો. લોટને મસળી નાની પૂરી વણી મસાલાની ગોળી મૂકી પેક કરીને આસપાસનો વધારાનો લોટ કાઢી લો. તેલ ગરમ થઈ જાય એટલે તાપ ધીમો કરીને ધીમા તાપે જ ગુલાબી તળી લો. તૈયાર છે જામનગરની મજેદાર સૂકી કચોરી.