સામગ્રીઃ ૧ કપ તલ શેકીને પાઉડર (અધકચરો) • પોણો કપ શિંગદાણા શેકીને - અધકચરા પીસેલા • દોઢ કપ ગોળ સમારેલો • ૧ ટેબલ સ્પૂન ઘી • ૧ ટેબલ સ્પૂન પાણી • ૧ ટી-સ્પૂન એલચી પાઉડર • બે ટેબલ સ્પૂન કોપરાની સળી શેકેલી - સજાવટ માટે • થોડાંક પિસ્તાં ફલેક્સ - સજાવટ માટે • ગ્રીઝ્ડ ટ્રે
રીતઃ એક નોનસ્ટિક પેનમાં ગોળ અને એક ટેબલ સ્પૂન પાણી મિક્સ કરીને ગોળનો પાયો કરવો. ઉપરની બધી સામગ્રી ગોળના પાયામાં મિક્સ કરી લો. ગ્રીઝ કરેલી ટ્રેમાં મિશ્રણ પાથરો અને પ્રેસ કરીને સેટ કરો. કાપા પાડી લો. એના પર કોપરું અને પિસ્તાં ફલેક્સ છાંટીને ગાર્નિશ કરો.
નોંધઃ આ રેસિપીને વધારે હેલ્ધી કરવા માટે એમાં અડધો કપ ઓટ્સ (શેકેલા અને પાઉડર) વાપરી શકાય. ક્રન્ચી ટેસ્ટ માટે એકથી બે ટેબલ સ્પૂન કોર્નફ્લેક્સ ઉપરથી લગાડો. ૧/૪ કપ રોસ્ટેડ ડ્રાયફ્રૂટ્સ સમારેલાં અથવા ટુકડા કરેલાં બદામ, કાજુ નાંખી શકાય.