સામગ્રીઃ કાચાં કેળાં - ૨ નંગ • તેલ - ચાર ચમચી • ગાર્નિશિંગ માટે - ચોકલેટ સોસ અને ચોકલેટ ચિપ્સ
(સ્ટફિંગ માટે) અધકચરાં શીંગદાણા - ૪ ચમચી • ચણાનો લોટ – ૨ ચમચી • લાલ મરચું - ૨ ચમચી • ધાણાજીરું - ૨ ચમચી • હળદર – અડધી ચમચી • હીંગ - ચપટીક • ગરમ મસાલો - અડધી ચમચી • મીઠું સ્વાદ મુજબ • લીંબુનો રસ – અડધી ચમચી
રીતઃ સૌપ્રથમ સ્ટફિંગ માટેની બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને કેળાંની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લેવો. હવે કેળાંની છાલ ઉતારીને ઊભા ચીરા કરીને તેમાં બધો મસાલો ભરી લો. એક નોનસ્ટિકમાં તેલ ગરમ મૂકીને રાઈનો વઘાર કરી અને સ્ટફ કરેલાં કેળાં પર રેડી દો. ઢાંકણ ઢાંકીને અને ધીમી આંચ પર ચડવા દેવું. થોડીક વાર લાગશે પણ એકદમ ધીમા તાપમાન પર પકાવવાથી એકરસ થઈને મસાલો કેળામાં ભળી જશે. પ્લેટમાં સર્વ કરો ત્યારે ચોકલેટ સોસ અને ચિપ્સ વડે સજાવો. પરોઠા સાથે આ ભરેલાં કેળાંનો સ્વાદ માણો.