સ્ટફ્ડ ગુંદા અથાણું

Saturday 22nd May 2021 07:54 EDT
 
 

સામગ્રી: ગુંદા - ૧ કિલો • રાજાપુરી કેરી - ૫૦૦ ગ્રામ • સિંગતેલ - દોઢ કિલો • હળદર - ૪ ચમચી • લાલ મરચું પાઉડર - ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • રાઈના કુરિયા - ૨૫૦ ગ્રામ • મેથીના કુરિયા - ૫૦ ગ્રામ • હિંગ - ૧ ચમચી
રીત: સૌપ્રથમ ગુંદાને ચોખ્ખા પાણીમાં ધોઈને કોરા કપડાં વડે લૂછી લો. ત્યારબાદ ગુંદામાંથી ઠળિયા કાઢી ગુંદાને એક થાળીમાં રાખો. હવે કેરીને પણ સારા પાણીથી ધોઈને છાલ ઉતારી લો અને તેને છીણી એક થાળીમાં રાખી દો. સૌપ્રથમ આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીશું. એક કથરોટમાં રાઈના કુરિયા ફેલાવી તેની ઉપર મેથીના કુરિયા નાખો અને વચ્ચોવચ હિંગ ઉમેરો. હવે એક તપેલીમાં અંદાજે ૨૫૦ ગ્રામ તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે તરત જ રાઈના કુરિયા, મેથીના કુરિયા અને હિંગ જે વાસણમાં છે તેમાં તેલ રેડી અને તરત જ તેના પર બીજું વાસણ ઢાંકી દો. અંદાજે ૨૦થી ૨૫ મિનિટ બાદ તેની અંદર હળદર અને મરચું ઉમેરીને ચમચા વડે હલાવી લો. મસાલો એકદમ ઠંડો પડી જાય એટલે એની અંદર કેરીની છીણ નાખી ઉમેરી એકદમ હલાવી લો. ગુંદાની અંદર આ તૈયાર કરેલો મસાલો ભરી લો. દરેક ગુંદામાં મસાલો ભરીને તડકે તપાવેલી ચોખ્ખી બરણીની અંદર બધા જ ગુંદા ભરી લો. હવે એક કિલો જેટલું સિંગતેલ ગરમ કરી લો. તેલ એકદમ ઠંડુ પડી ગયા બાદ ગુંદાના અથાણાંની ઉપર રેડો. ગુંદા તેલમાં ડૂબેલાં રહેવા જોઈએ, જેથી અથાણું આખું વરસ એકદમ સરસ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter