સામગ્રીઃ ૫૦૦ ગ્રામ સ્ટ્રોબેરી - કાપેલી • ૨૦૦ ગ્રામ ખજૂર - સમારેલું • ૧૦૦ ગ્રામ કિસમિસ • ૫૦ ગ્રામ બદામની સ્લાઇસ - સાંતળેલી • દોઢ ટેબલ-સ્પૂન રાઈના કુરિયા - શેકેલા • ૧ ટેબલ સ્પૂન મેથીના દાણા • ૧૫૦ મિલીલીટર ચિલી ઓઇલ (લાલ મરચાં નાખીને બનાવેલું તેલ) • ૭૦૦ ગ્રામ સાકર • ૩ લીંબુનો રસ અને છાલ • ૬ નંગ કાશ્મીરી મરચાં - તળીને ઝીણાં કાપેલાં • સ્વાદ અનુસાર મીઠું • ૨ ટી-સ્પૂન શહાજીરું અને વરિયાળી
રીતઃ સાકરમાં પાણી અને લીંબુનો રસ નાખીને ચાસણી કરવી. એમાં સ્ટ્રોબેરી અને સમારેલી ખજૂર ઉમેરો. પાણી બળી જાય ત્યાં સુધી કુક કરો. એક પેનમાં ચિલી ઓઇલ (તેલ) લઈ એમાં સ્ટ્રોબેરીવાળું મિશ્રણ ઉમેરીને એમાં જીરું, વરિયાળી અને બધા મસાલા ઉમેરો. સૌથી છેલ્લે એમાં બદામ, કિસમિસ અને કાશ્મીરી મરચાં મિક્સ કરવાં. આ મિશ્રણને ઠંડું કરીને કાચની બોટલમાં ભરી ૨-૩ દિવસ પછી ખાવા માટે ઉપયોગમાં લો.