સામગ્રીઃ • બે કપ ચોખાનો લોટ • એક કપ બટર • અડધો કપ ખાંડ • અડધો કપ છીણેલું ચીઝ • મીઠું સ્વાદ મુજબ • અડધી ચમચી જીરું • અડધી ચમચી બ્લેક પેપર • અડધી ચમચી વાટેલા તીખા મરચાં
રીતઃ ખાંડ, મસાલા અને બટરને મિક્સ કરો અને એકદમ સુંવાળું બને ત્યાં સુધી તેને ફીણો. તેમાં લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેની નરમ કણક બનાવવા માટે ટૂંપો. જો મિશ્રણ વધારે સૂકું હોય તો કણક નરમ એટલા પૂરતું દૂધ ઉમેરો. એક કલાક સુધી તેને ઢાંકી રાખો. ઓવનને ૩૨૫ ફેરનહીટ ડિગ્રી સુધી ગરમ કરો. કણકને વણો અને પછી તેના તમારી પસંદગી આકાર મુજબના કટકા કરો. પંદર-વીસ મિનિટ સુધી - સોનેરી થાય ત્યાં સુધી બધી બાજુ તેને બેક કરો. કુલિંગ રેક પર ઠંડી થવા દો. એરટાઈટ કન્ટેઈનરમાં રાખો અને તમે ઈચ્છો ત્યારે તેને સર્વ કરો
(નોંધઃ રાઈસ કૂકીઝને પર્શિયન ક્લાસિક કૂકીઝ કહેવાય છે. તેનું વિશિષ્ટ ટેક્સ્ચર થોડું કરકરું છે. તેને ચટાકેદાર અને તીખા સ્વાદવાળી બનાવવા માટે તેમાં થોડુંક જીરું, બ્લેક પેપર અને મરચાંના ટુકડાં ઉમેર્યા છે. આને સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે લઇ શકાય.)