સામગ્રીઃ સમારેલી ડુંગળી - ૧ નંગ • ઓલિવ ઓઈલ - ૨ મોટી ચમચી • સમારેલી પાલક - ૧ કપ • સમારેલી બ્રોકોલી - ૧ કપ • પીકાન્તે સોસ - ૧ કપ • ડ્રાય ગાર્લિક પાવડર - અડધી ચમચી • મરી પાવડર - અડધી ચમચી • છીણેલું ચીઝ - ૧ કપ • ચેડાર ચીઝ - ૧ કપ • ટોર્ટીલા - ૬ નંગ
રીતઃ ઓવનને ૩૫૦ ડિગ્રી પર પ્રિ-હીટ કરો એક પેનમાં ઓલિવ ઓઈલ મૂકીને ડુંગળી સાંતળો. ત્યારબાદ તેમાં પાલક, બ્રોકોલી, ડ્રાય ગાર્લિક પાવડર, મરી પાવડર નાંખીને સાંતળો. હવે એમાં પીકાન્તે સોસ ઉમેરો. નીચે ઉતારીને એમાં બન્ને પ્રકારના ચીઝ ઉમેરીને મિક્સ કરો. ટોર્ટિલા પર મધ્યમાં આ મિશ્રણ પાથરી રોલ કરીને ઉપર બટર લગાવી ચમચી વડે સોસ પાથરી ૨૦ મિનિટ માટે બેક કરો. પછી એક વખત બહાર કાઢીને ઉપર ચીઝ ભભરાવી ફરી ૫ મિનિટ બેક કરો. પીરસતી વખતે ઉપર થોડી સમારેલી લેટ્યુસ અને પીકાન્તે સોસ રેડવાથી ડીશ વધુ આકર્ષક લાગે છે અને ટેસ્ટ પણ વધારે સારો આવે છે.