સામગ્રીઃ ફણગાવેલું કઠોળ અડધી - અડધી વાટકી (મેથી, ચણા, મગ, મઠની દાળ) • અજમો - ૧ ચમચી • રવો ૧ વાટકો • મેંદો - પા વાટકી • માખણ – ૨ ચમચા • તેલ - ૧૦૦ ગ્રામ • કોથમીરની ચટણી - ૪ ચમચા • ટોમેટો સોસ - ૪ ચમચા • મીઠું અને મરચું - સ્વાદ મુજબ જરૂર મુજબ
રીતઃ એક બાઉલમાં મેંદો, રવો, મીઠું, અજમો, બે ચમચા તેલ અને જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેની રોટલી વણો. ફણગાવેલા કઠોળને મિક્સરમાં અધકચરા ક્રશ કરો. તેલમાં જીરું નાખી બ્રાઉન રંગનું થાય એટલે બાફેલા બટાકાનો છૂંદો, ફણગાવેલા કઠોળ અને મસાલો નાખીને સ્ટફિંગ તૈયાર કરો. તે ઠંડું થયા પછી તેના ગોળા વાળી લો. હવે રોટલી પર માખણ, ટોમેટો સોસ, કોથમીરની ચટણી લગાવો. તેની વચ્ચે સ્ટફિંગને લંબાઇમાં પાથરો અને રોટલીને બંને બાજુથી વાળી લો. પેન પર માખણ ગરમ કરીન રોટલીને બંને બાજુએ બ્રાઉન રંગની શેકી લો અને પછી તેને મનગમતા આકારમાં કાપી લો. સ્પ્રાઉટ ટોસ્ટ તૈયાર છે.