સામગ્રીઃ બે કપ સ્વીટ કોર્ન • ૬ ટેબલસ્પૂન ચોખાનો લોટ • અડધો કપ બારીક સમારેલા લીલા કાંદા • ૨ ટેબલસ્પૂન રેડ પેસ્ટ • એક ટેબલસ્પૂન સોયા સોસ • મીઠું સ્વાદ પ્રમાણે • તળવા માટે તેલ
(રેડ પેસ્ટ બનાવવા માટે) • એક કપ બારીક સમારેલો કાંદો • એક ટી-સ્પૂન આદુંની પેસ્ટ • એક ટી-સ્પૂન બારીક સમારેલી કોથમીર • પા ટી-સ્પૂન ધાણાજીરું • પા ટી-સ્પૂન શેકીને દળેલું જીરું • મીઠું સ્વાદ પ્રમાણે • ચપટીક મરીનો ભૂકો
રીતઃ મિક્સરમાં સ્વીટ કોર્નને અધકચરા પીસી લો. હવે એને એક બાઉલમાં કાઢીને એમાં રેડ કરીની પેસ્ટ, લીલા કાંદા, સોયા સોસ, ચોખાનો લોટ અને મીઠું ઉમેરીને સરખું મિક્સ કરો. તૈયાર થયેલા મિશ્રણમાંથી એકસરખા ચપટા ગોળા તૈયાર કરો. એક પેનમાં તેલ સરખું ગરમ થાય એટલે મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વધારાનું તેલ ટિશ્યુ પર નિતારીને ગરમાગરમ પીરસો.