આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: પાલક - 1 કપ • લીલાં વટાણા - અડધો કપ • સમારેલી કોથમીર - અડધો કપ • ફુદીનાના પાન - પા કપ • લીલાં મરચાં - 4 નંગ • આદું - નાનો ટુકડો • બાફેલા બટાકાની છીણ - 1 કપ • છીણેલું પનીર - અડધો કપ • ઘી - 1 ચમચો • જીરું - 1 ચમચી • શેકેલો ચણાનો લોટ - અડધો કપ • બ્રેડ ક્રમબ્સ - અડધો કપ • ગરમ મસાલો - 1 ચમચી • ચાટ મસાલો - 1 ચમચી • જીરું પાઉડર - 1 ચમચી • આમચૂર પાઉડર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - તળવા માટે
રીત: પાલકને સારી રીતે ધોઈને ગરમ પાણીમાં બાફી પેસ્ટ બનાવી લો. કડાઈમાં ઘી ગરમ મૂકીને જીરું તતડવા દો. આદું-મરચાંની પેસ્ટ, પાલકની પેસ્ટ અને લીલાં વટાણા સાંતળો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું પડવા દો. કોથમીર અને ફુદીનાને પાણી વગર મિક્સરમાં ક્રશ કરી લો. હવે બાઉલમાં બાફેલા બટાકાની છીણ, પનીરની છીણ, ક્રશ કોથમીર-ફુદીનો, ચણાનો લોટ, બ્રેડ ક્રમબ્સ અને બધા મસાલા મિક્સ કરો. તેલવાળો હાથ કરી કબાબ બનાવી લો. ગરમ તેલમાં સોનેરી તળી લો. મજેદાર હરાભરા કબાબનો સ્વાદ માણો.