સામગ્રીઃ ઘઉંનો લોટ અડધો કપ • બાજરીનો લોટ અડધો કપ • રાગીનો લોટ અડધો કપ • કોથમીર અડધો કપ • પાલકની ભાજી સમારેલી ૧ બાઉલ • લીલું લસણ અડધો કપ • લીલાં મરચાં ૨થી ૩ નંગ • મીઠું સ્વાદ મુજબ • મરી પાવડર અડધી ચમચી • ખાંડ ૧ ટેબલ સ્પૂન • મોળું દહીં અડધો કપ • તેલ અડધો કપ • ઘી ૨ ચમચી
રીતઃ સૌથી પહેલાં પાલકની ભાજી, કોથમીર, લીલું લસણ, લીલાં મરચાં બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે પેનમાં ૨ ચમચી ઘી ગરમ કરીને તૈયાર કરેલી પેસ્ટને તેમાં નાંખી પાંચ મિનિટ ગરમ કરો. હવે ગેસ બંધ કરી પેસ્ટને ઠંડી પડવા દો. ત્યાર પછી ત્રણેય લોટને ભેગા કરીને તેમાં મીઠું, મરી પાવડર, તેલનું મોણ, ખાંડ, મિક્સ કરીને તૈયાર કરેલી પાલકની પેસ્ટ નાંખી લોટ બાંધવો. હવે તેના મિડિયમ સાઈઝના પરોઠા વણીને ઘી અથવા તેલ મૂકીને શેકી લો. ચા, કોફી કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.